મોરબીની સાર્થક સ્કૂલનું ધો.12 સા.પ્રવાહનું 87.70 ટકા ઉજ્જવળ પરિણામ

- text


સાર્થક સ્કૂલના ત્રણ વિધાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો

મોરબી : મોરબીની સાર્થક સ્કૂલે ફરી એકવાર બોર્ડની પરીક્ષામાં મેદાન માર્યું છે. જેમાં સાર્થક સ્કૂલનું ધો.12 સા.પ્રવાહનું 87.70 ટકા જેવું ઉજ્જવળ પરિણામ આવ્યું છે અને સાર્થક સ્કૂલના ત્રણ વિધાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો છે.

મોરબીની સામાકાંઠે આવેલી સાર્થક સ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 87.70 ટકા જેવું ઉંચુ પરિણામ આવ્યું છે. આ સ્કૂલના 3 વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ અનવ 14 વિધાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે. જેમાં ધો.12 સામાન્ય પ્રવાહમાં સાર્થક સ્કૂલના ઝાલા મયદીપસિંહ લાલુભા 99.84 પીઆર સાથે એવન ગ્રેડ મેળવી સ્કૂલ ફર્સ્ટ આવ્યો છે. આ વિધાર્થીએ અધરામાં અધરા વિષય ગણાતા એકાઉન્ટમાં 100માંથી 100 ગુણ મેળવીને પોતે તેજસ્વી વિદ્યાર્થી હોવાનું પુરવાર કર્યું છે. આ ઉપરાંત ઝાલા પુષ્પરાજસિંહ સાંમતસિંહએ 99.81, વાળગોતર હર્ષદ નરેશભાઈએ 99.75 પીઆર સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. આ શ્રેષ્ઠ પરિણામ મેળવનારા વિધાર્થીઓએ પોતાની સફળતાનો શ્રેય સ્કૂલ અને માતાપિતાને આપ્યો છે. જ્યારે સ્કૂલ સંચાલક કિશોરભાઈ શુકલે બોર્ડમાં શ્રેષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓની સફળતા પાછળ તેમની કઠોર મહેનત અને ભણાવામાં સારી ધગશ હોવાનું જણાવીને આ તમામ વિદ્યાર્થીઓને ઉત્તરોત્તર પ્રગતિના અભિનંદન પાઠવ્યા છે.

- text

- text