આડકતરો વીજકાપ મુકી મોરબીને બાનમાં લેતું પીજીવીસીએલ : રમેશ રબારી

- text


મોરબી : મોરબી શહેરમાં વીજતંત્ર મનમાની કરી ગમે ત્યારે લાઈટ બંધ કરી પ્રજા ને પરેશાન કરી રહી હોવાનો આરોપ મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારી દ્વારા લગાવવામાં આવ્યો છે.

મોરબી પીજીવીસીએલને આડે હાથ લેતા મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ જણાવ્યું હતું કે, મોરબી શહેરમાં અવાર નવાર બુધવાર અને રવિવારે મેન્ટેનન્સના બહાને લાઇટ કાપ મૂકવામાં આવે છે. છેલ્લા છ માસ થયા આવી કામગીરી ચાલી રહેલ છે તે કામગીરી હજુ સુધી પૂરી કરવા માં આવેલ નથી તેવું લાગી રહ્યું છે.

વધુમાં વીજ તંત્રની અણઆવડત કહો કે ઈરાદા પૂર્વક આખા દિવસ અને રાતમાં ગમે ત્યારે પાવર બંધ કરી આ કાળઝાળ ઉનાળામાં બપોરના સમયે પાવર કાપ મૂકી લોકોને રીતસર પરેશાન કરવામાં આવે છે.

- text

વધુમાં વાતાવરણમાં જરા પણ ફેરફાર થાય ત્યાં તરત લાઈટ બંધ કરી નાખવામાં આવતી હોવાનું અને કલાકો સુધી પાવર ચાલુ કરવામાં આવતો નહિ હોવાની ઉપરાંત પીજીવીસીએલ દ્વારા ફરિયાદ લખાવવા માટેનો ફોન સતત એંગેજ બતાવતો હોવાનો પણ તેમને આરોપ લગાવ્યો હતો.

આ સંજોગોમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન અને માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ મોરબી પીજીવીસીએલના મુખ્ય અઘિકારીને રજૂઆત કરી આવા આકરા ઉનાળામાં પાવર કાપ બંધ કરી પ્રજાની જરૂરિયાત મુજબનો વીજ પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી છે.

- text