પોલીસને જોઈ બાઈક પાછું વાળ્યુંને ઝલાયો ! બે બોટલ દારૂ સાથે યુવાન ઝબ્બે

- text


વાંકાનેરના નાગલપર નજીક પોલીસના વાહન ચેકીંગ દરમિયાન બનેલી ઘટના

વાંકાનેર : વાંકાનેર તાલુકાના નાગલપર ગામે પોલીસના વાહન ચેકીંગ સમયે એક યુવાન પોલીસને જોઈ બાઈક પાછું વાળીને ભાગવા જતા પોલીસે આ યુવાનને ઝડપી લઈ બે બોટલ દારૂ કબ્જે કરી ગુન્હાના કામે બાઈક પણ કબ્જે કર્યું હતું.

- text

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ગઈકાલે નાગલપર ગામે વાહન ચેકીંગ કરવામાં આવતું હતું ત્યારે જીજે-03-એફજી-7950 નંબરનું બજાજ પ્લેટિના લઈને નીકળેલ મહેશ ઉર્ફે રામો વજાભાઇ સેટાણીયા નામનો યુવાન પોલીસને જોઈ ભાગવા લાગતા પોલીસે મહેશ ઉર્ફે રામાને ઝડપી લઈ તલાસી લેતા મહેશ ઉર્ફે રામાના કબ્જામાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 કબ્જે કરી રૂપિયા 30 હજારના બાઈક સહીત કુલ રૂપિયા 30,750નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુન્હો દાખલ કર્યો હતો.

- text