મોરબીના ગાળા નજીક કન્ટેનર ચાલકે ઓટો રીક્ષા સાથે મોરે મોરો ભટકાડ્યો

- text


રીક્ષા પલ્ટી જતા રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત

મોરબી : મોરબીના સાપર અને ગાળા ગામ વચ્ચે પુલિયા ઉપર કન્ટેનર ચાલકે ઓટો રીક્ષા સાથે મોરેમોરો દાબી દઈ અકસ્માત સર્જતાં રીક્ષા પલ્ટી જતા રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત બન્યો હતો.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સાપર ગામથી ગાળા ગામ તરફ સીએનજી રીક્ષા નંબર જીજે – 36 – U – 5627 લઈને જઇ રહેલા સાહિલભાઈ સોંડાભાઈ સિહોરાની રીક્ષા સાથે સામેથી આવતા ટ્રક કન્ટેનર નંબર જીજે – 12 – BV – 6717ના ચાલકે મોરેમોરો ભટકાડી દેતા રીક્ષા પલ્ટી મારી જતા સાહિલને માથા, છાતી અને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જી કન્ટેનર ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text