હળવદમા સોમો અને ભુપત તેમજ માળીયામા સનેડો વરલી મટકાના આંકડા લેતા ઝડપાયો

- text


મોરબી : મોરબી જિલ્લામાં વરલી મટકાના જુગાર સામે સતત પોલીસની કાર્યવાહી ચાલુ હોવા છતાં જુગરીઓ સુધરવાનું નામ નથી લેતા ત્યારે હળવદ અને માળિયાના વરલી મટકાના જુગાર સામે પોલીસે લાલ આંખ કરી સોમો, ભુપત અને સનેડા નામના ત્રણ આરોપીઓને વરલીના આંકડા લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.

હળવદ પોલીસે શહેરના વિનોબા ભાવે ગ્રાઉન્ડ પાસેથી આરોપી સોમાભાઈ છગનભાઇ રાઠોડને વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2410 કબ્જે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં હળવદ ટિકર રોડ ઉપરથી પોલીસે ભુપત લખમણ બજાણીયા નામના શખ્સને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 220 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે માળીયા પોલીસે માળીયા મિયાણા ગામે જૂની પોસ્ટ ઓફીસ પાસે ખંઢેર મકાનમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડતા વલીમામદ ઉર્ફે સનેડો કરીમભાઈ મોવરને રોકડા રૂપિયા 350 અને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text