ટંકારામાં જન્મદિવસે ચકલી ઘર, પાણીના કુંડાનું વિતરણ

- text


ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખના જન્મ દિવસની અનોખી ઉજવણી

ટંકારા : ટંકારા તાલુકાની ઓનલી ફોર શેર નોટ અ સેલના કાર્યકરોની ઉપસ્થિતિમાં ગ્રાહક સુરક્ષા મંડળ- લાયન્સ કલબ ઓફ સિટીના પ્રમુખ ગૌતમભાઈ વામજાના જન્મદિવસ નિમિત્તે પાણીના કુંડા, ચકલી ઘર, માટીના માળાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

સેવાકીય પ્રવૃતિઓ કરવામાં અગ્રેસર ટંકારા યુવા ટીમના ગૌતમ વામજાએ જન્મ દિવસ નિમિત્તે લતીપર ચોકડી ખાતે ઓવરબ્રિજ નીચે પંખી પારેવડાને આશ્રય સ્થાન અને તરસ છીપાવવા માટે 500 પાણીના કુંડા, 500 ચકલીના માળા તથા 500‌થી વધુ લોકોને લીંબુ સરબતનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ટંકારા તાલુકા પંચાયત પ્રમુખના પતિ પ્રભુભાઈ કામરિયા, ટંકારા પી. એસ. આઈ. એચ. આર. હેરભા, મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા પ્રમુખ લાલજીભાઈ મહેતા, લાયન્સ ક્લબના રમેશભાઈ રૂપાલા, ભાવિન સેજપાલ, નિલેશ પટણી, રસિક દુબરીયા, પરેશ ઉજરીયા, હસમુખ દુબરીયા, જીતેન્દ્ર ખોખાણી, ફાગલિયા ટોળ, ચન્દ્રકાંત કટારીયા, રાજલ અધેરા, વી. કે. ઝાલા, જયેશ ભટાસણા, મારૂતિ સેવા ગ્રુપ ટંકારા સહિતના સેવકગણોએ કાર્યક્રમને સફળ બનાવવામાં ખુબ મહેનત કરી હતી.

- text

- text