મોરબીમાં કાલે રવિવારે હિન્દૂ-મુસ્લિમ સમૂહલગ્ન યોજાશે

- text


હઝરત બાવા અહમદશાહ ગ્રુપ આયોજિત 23માં સમૂહલગ્નમાં હિન્દૂ-મુસ્લિમ સમાજના 17 યુગલો લગ્નગ્રંથિથી જોડાશે

મોરબી : મોરબીમાં કોમી એકતાની મિશાલ સમાન હઝરત બાવા અહમદશાહ ગ્રુપ દ્વારા આવતીકાલે રવિવારે હિન્દૂ-મુસ્લિમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ 23માં સમૂહલગ્નમાં હિન્દૂ-મુસ્લિમ સમાજના 17 યુગલો લગ્નગ્રંથિથી જોડાશે. આ અનોખા સમૂહલગ્નમાં બન્ને કોમના રાજકીય સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ એક જ છત્ર નીચે ઉપસ્થિત રહીને કોમી એખલાસ ભર્યું વાતાવરણ સર્જશે.

મોરબીમાં છેલ્લા 22 વર્ષથી હઝરત બાવા અહમદશાહ ગ્રુપ દ્વારા હિન્દૂ મુસ્લિમ સમૂહલગ્નનું આયોજન કરીને કોમી એકતા અને સદભાવનાનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ 23માં વર્ષે હઝરત બાવા અહમદશાહ ગ્રુપ દ્વારા આવતીકાલે તા.28ને રવિવારે સવારે 10 વાગ્યે બ્રાહ્મણની વાડી, મકરાણીવાસ જેલરોડ પાછળ મોરબી ખાતે 23માં હિન્દૂ મુસ્લિમ સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નના સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા એનાઉન્સર ડો. શૈલેષભાઇ રાવલ દ્વારા કરવામાં આવશે. આ સમૂહલગ્નમાં 10 મુસ્લિમ યુગલો કલમાં પઢી તેમજ 7 હિન્દૂ યુગલો હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિથી જોડાયને સંસાર જીવનની શરૂઆત કરશે. એક જ મંડપ નીચે કલમાં અને હિન્દૂ શાસ્ત્રોના મંત્રોચ્ચારથી દિવ્ય કોમી એખલાસભર્યું વાતાવરણ સર્જાશે. આ હિન્દૂ મુસ્લિમ સમૂહલગ્નમાં બન્ને કોમના ધર્મગરુ સૈયદ હઝરત હાજી મહંમદફારૂક હાજી સિકંદરમિયા, સૈયદ હઝરત હાજી મોહમદઆમીન હાજી સિકંદરમિયા, મૌલાના આદમ સાહેબ, સૈયદ હાજી આરીફમિયાબાપુ બુખારી, મૌલાના સૈયદ ફારૂકમિયાબાપુ કાદરી, મહંત દામજી , ભાવેશ્વરીબેન, પ્રભુચરણદાસ, પૂર્વ સીએમ વિજય રૂપાણી, સાંસદ વિનોદ ચાવડા, મોહન કુંડારિયા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુ સોમાંણી, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, જયંતિભાઈ કવાડિયા, ભાજપ અગ્રણીઓ લાખાભાઈ જારીયા, રાઘવજીભાઈ ગડારા, જયુંભા જાડેજા સહિતના રાજકીય, સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

- text

- text