મોરબીની સિવિલ હોસ્પિટલમાં ભૂગર્ભ ગટર ઉભરાતા દર્દીઓ પરેશાન

- text


સિવિલ હોસ્પિટલમાં ગટરની ગંદકી સાજા થવા આવતા દર્દીઓ વધુ માંદા પડે તેવી ભીતિ

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિલલમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી હાલત વચ્ચે ફરી સિવિલ હોસ્પિટલમાં ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યાએ વર્ચસ્વ જમાવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં ગટરના પાણી નદીના વહેણની જેમ વહેતા દર્દીઓ અને તેના સગા સબધીઓ પરેશાન થઈ ગયા છે. સિવિલ હોસ્પિટલમાં ગટરની ગંદકી સાજા થવા આવતા દર્દીઓ વધુ માંદા પડે તેવી ભીતિ સેવાય રહી છે.

મોરબીની સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની અછત, અસામાજિકોનો પગપેસારો, હોસ્પિટલ તંત્રની સુવિધાઓ આપવામાં બેદરકારી સહિતની અનેકવિધ અસુવિધાઓ વચ્ચે ભૂગર્ભ ગટરની સમસ્યાએ ફરી આડો આંક વાળી દીધો છે. ભૂગર્ભ ગટરની સમસ્યા સિવિલ હોસ્પિટલનો કેમેય કરીને પીછો છોડવા માંગતી ન હોય તેમ ફરી ભૂગર્ભ ગટર સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં ઉભરાઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં ગટરની ગંદકી રેલમછેલ થઈ ગઈ છે. આ હોસ્પિટલમાં જાણે ચોમાસુ હોય તેમ ગટરના પાણી ફરી વળતા દર્દીઓ અને તેના સગા સંબંધીઓને ગટરની ગંદકીમાં ચાલવાની નોબત આવી છે અને હદ બહારની ગંદકી ફેલાય રહી છે. હોસ્પિટલમાં દર્દીઓ સાજા થવા આવતા હોય ત્યાં વાતાવરણ એકદમ સ્વચ્છ અને સુધડ રહેવું જોઈએ એના બદલે ગટરની ગંદકીએ માજા મુકતા દર્દીઓ સાજા થવાને બદલે માંદા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

- text

- text