ખુલ્લું ઘર નિશાન બનાવતો તસ્કર ઝબ્બે ! મોરબી ક્રાઇમ બ્રાન્ચે 2 ચોર ઝડપાયા 

- text


મોરબી એલસીબી ટીમે 10 ચોરાઉ મોબાઈલ સાથે બન્ને છેલબટાઉને ઝડપી લેતા વીજ કચેરીમાંથી મોબાઈલ ચોરીનો ભેદ ખુલ્યો  

મોરબી : મોરબી એલસીબી ટીમે ગઈકાલે બાતમીને આધારે બે અઠંગ ચોરને ઝડપી લઈ રૂપિયા 38,500ની કિંમતના 10 મોબાઈલ ફોન કબ્જે કાર્ય હતા. આ ચોર પૈકી એક રીઢો ચોર એવો છે કે જે કોઈ પણ જગ્યાએ ઘર, ઓરડી, ઓફિસ ખુલ્લા જોવા મળે તો તુરત જ મોબાઇલ કે કિંમતી વસ્તુઓની ચોરી કરી લેતો હોવાનું સામે આવ્યું છે.

મોરબી જિલ્લામાં ઘર, ઓફિસ, દુકાન અને વાડી સહિતની જગ્યાઓ ઉપરથી મોબાઈલ ફોનની ચોરી થવાના અનેક બનાવો વચ્ચે મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબી ટીમને મહત્વની સફળતા મળી છે, મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે શહેરના સો-ઓરડી વિસ્તારમાં રહેતા હાજી અકબર માણેક અને જુના બસસ્ટેન્ડ નજીક મચ્છીપીઠ પાસે રહેતા એજાજ ઉર્ફે ફારૂક સલીમભાઈ ભટ્ટી નામના બે તસ્કર આરોપીઓને રૂપિયા 38,500ની કિંમતના 10 મોબાઈલ ફોન સાથે ઝડપી લીધા હતા.

- text

વધુમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી હાજી અકબર માણેકની અનોખી મોડેસ ઓપરેન્ડી સામે આવી હતી જેમાં આરોપી હાજી અકબર માણેક કોઈપણ જગ્યાએ ખુલ્લા ઘર,મકાન, ઓરડી, દુકાન કે અન્ય જગ્યાએ રાત્રીના સમયે ચોરીને અંજામ આપતો હોવાનું બહાર આવ્યું છે અને થોડા સમય પૂર્વે લખધીરપુર રોડ ઉપર થયેલી ચોરી પણ આ બન્ને ઈસમોએ જ કરી હોવાનું સામે આવ્યું છે.

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તેમજ એલસીબી,પેરોલ ફર્લો સ્ક્વોડ તેમજ ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- text