ધોરણ-10માં વાંકાનેરનો મિત પટેલ સમગ્ર ગુજરાતમાં બોર્ડ ફર્સ્ટ

- text


ગણિત અને સંસ્કૃત બંને વિષયમાં 100 માંથી 100 ગુણ સાથે 99.99 PR મેળવ્યા

વાંકાનેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલ ધો.10ના પરિણામમાં મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે ત્યારે 99.99 PR સાથે વાંકાનેર જ્ઞાનગંગા સ્કુલનો વિદ્યાર્થી પટેલ મીત શૈલેષભાઈ સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે આવતા મોરબી જિલ્લાનું નામ સમગ્ર રાજ્યમાં ગૌરવભેર ગુંજતું થયું છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલ ધોરણ 10 એટલે કે એસએસસીનું સરેરાશ 62.64 ટકા પરિણામ જાહેર થયું છે જેમાં એજ્યુકેશન હબ બનવા જઈ રહેલા મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓએ 75.43% ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં બીજો નંબર મેળવ્યો છે. જો કે મજાની વાત એ છે કે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે આવેલી જ્ઞાનગંગા સ્કુલના વિદ્યાર્થી પટેલ મીત શૈલેષભાઈએ 99.99 PR સાથે ગણિત અને સંસ્કૃત બંને વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી સમગ્ર રાજ્યમાં બોર્ડ પ્રથમ આવી મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. નોંધનીય છે કે, મિત પટેલના પિતા શૈલેષભાઇ પટેલ વાંકાનેર કોર્ટમાં જજ તરીકે ફરજ બજાવે છે.

- text