ફાયદા હી ફાયદા ! ગુજરાત ગેસના ભાવમાં રૂ.1.43નો ઘટાડો 

- text


પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડા ઉપરાંત ડોલરના ભાવમાં ફેરફારને પગલે સિરામિક ઉદ્યોગને ફાયદો 

મોરબી : મોરબીના સિરામીક ઉદ્યોગને ચોતરફથી ખુશખબરીઓ મળી રહી છે, ફસાયેલા ઉઘરાણીના નાણાં માટે સીટની રચના થવાની સાથે અગાઉ નેચરલ ગેસના ભાવમાં ઘટાડા બાદ આજે ગુજરાત ગેસ કંપનીએ ફરી ગેસના ભાવમાં રૂપિયા 1.43નો ભાવ ઘટાડો જાહેર કર્યો છે જે 1 જૂનથી અમલી બનશે.

કોરોના મહામારી બાદ મોરબી સીરામીક ઉદ્યોગને ચોતરફથી ભીંસ અનુભવાયા બાદ ચાલુ વર્ષમાં રાહતના અણસાર વચ્ચે એક્સપોર્ટમાં વધારો થયો છે સાથે જ સિરામીક ઉદ્યોગની મુખ્ય જરૂરત એવા નેચરલ પાઈપલાઈન ગેસના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, તાજેતરમાં ગુજરાત ગેસ દ્વારા રૂપિયા 5ની જાહેરાત કર્યા બાદ આજે ફરી ગુજરાત ગેસ કંપની દ્વારા પોતાના ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસ દ્વાર 1 જૂનથી ભાવ ઘટાડો અમલમાં આવે તે રીતે ગેસના ભાવમાં રૂ.1.43નો ઘટાડો કર્યો છે.

- text

હાલમાં ગુજરાત ગેસ દ્વારા આપવામાં આવતા ગેસનો ભાવ 40.62/SCM છે જે 1 જૂનથી ઘટીને 38.43/SCM કરવામાં આવ્યા છે. સૂત્રોના મતે એલએનજીની કિંમતોમાં આવેલા ઘટાડાને કારણે ગુજરાત ગેસ દ્વારા ગેસની કિંમતો માટે ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ એપ્રિલમાં ગુજરાત ગેસ દ્વારા ઇન્ડસ્ટ્રિયલ નેચરલ ગેસના ભાવમાં 5 રુપિયાથી વધુનો ઘટાડો કર્યો હતો.હાલમાં મોરબીમાં ગુજરાત ગેસને પ્રોપેન ગેસ ટક્કર આપી રહ્યો છે ત્યારે પ્રોપેનના ભાવમાં ઘટાડો થવાથી ગુજરાત ગેસે હરીફાઈમાં ટકી રહેવા ભાવ ઘટાડ્યો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

- text