ગુડ ન્યુઝ : મોરબીના મચ્છુ ડેમ પાસે 18 વર્ષ બાદ દેખાયું ખેરો ગીધ

- text


વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ભવ્ય વામજાએ ગીધનો ફોટો ખેંચીને મોરબીવાસીઓ માટે જાહેર કર્યો

મોરબી : મોરબી નહિ પણ રાજ્યભરમાં હવે ગીધ નામશેષ થઈ રહ્યા છે. ક્યાંય પણ ગીધ જોવા મળતા નથી. તેવામાં મોરબીના મચ્છુ ડેમ પાસે 18 વર્ષ બાદ ખેરો ગીધ દેખાતા કુતુહલ સાથે આનંદની લાગણી પણ છવાઈ છે.

દશકાઓ પૂર્વે ઠેક-ઠેકાણે ગીધની સારી એવી વસ્તી હતી. પણ છેલ્લા એકાદ દશકાથી તો ગીધ જાણે લુપ્ત થયા હોય તેમ ક્યાંય પણ જોવા મળતા નથી. તેવામાં મોરબીના મચ્છુ ડેમ નજીક 18 વર્ષ જેટલા લાંબા સમય બાદ ખેરો ગીધ(ઇજિપ્તીયન વલ્ચર) દેખાયું છે. જેની ફોટોગ્રાફી એક્સપ્લોરર અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ભવ્ય વામજા (લજાઈ) દ્વારા કરવમા આવી છે. આ ફોટો તેને પક્ષીપ્રેમીઓ માટે જાહેર કર્યો છે.

- text

- text