મોરબીમાં ઉદ્યોગો સાથે થતી છેતરપીંડી રોકવા સીટની ટિમ જાહેર

- text


એસપીની અધ્યક્ષતામાં ડીવાયએસપી, બે પીઆઇ, બે પીએસઆઇ અને 8 કોન્સ્ટેબલને સોંપાઈ જવાબદારી

મોરબી : મોરબીના ઉદ્યોગકારો સાથે વેપારમાં થતી છેતરપીંડી તેમજ ફસાયેલ નાણા સહિતની સમસ્યાઓ અટકાવવા માટે સીટની રચના કરવાની ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કર્યા બાદ હવે ટીમની રચના કરી દેવામાં આવી છે. જેમાં એસપીની અધ્યક્ષતામાં ડીવાયએસપી, બે પીઆઇ, બે પીએસઆઇ અને 8 કોન્સ્ટેબલને જવાબદારી સોંપવામાં આવી છે.

મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગો વિશ્વ કક્ષાએ વેપાર કરી રહ્યા છે. તેવામાં આ ઉદ્યોગોના નાણા મોટા પ્રમાણમાં ફસાયા હોય, અનેક ઉદ્યોગો સાથે છેતરપીંડીઓ થઈ હોય ખાસ સીટની રચના કરવામાં આવી છે. સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમમાં જિલ્લા પોલીસ વડા અધ્યક્ષ રહેશે. સીટમાં હેડ ક્વાર્ટર ડીવાયએસપી, મોરબી એલસીબી પીઆઇ, રાજકોટ સાયબર ક્રાઈમ પીઆઇ ઉપરાંત પીએસઆઈ વી આર સોનારા, પીએસઆઈ જે સી ગોહિલ તેમજ પોલીસ કર્મચારી ચંદુભાઈ કળોતરા, ક્રિપાલસિંહ ચાવડા, રામભાઈ મઢ, વિક્રમભાઈ ભાટિયા, ભરતભાઈ જીલરીયા, ભાવેશભાઈ મિયાત્રા, કમલેશભાઈ ખાંભલીય અને બ્રિજેશભાઈ કાસુન્દ્રા સહિત 8 પોલીસ કોન્સ્ટેબલની નિમણુક કરવામાં આવી છે.

- text

જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ ઉદ્યોગોને લગતી ફરિયાદોની ઊંડાણપૂર્વક તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મોરબી પધારેલા ગૃહમંત્રીએ પણ જણાવ્યું હતું કે રાત દિવસ મહેનત કરીને વેપાર કરવાની સાથે હજારો લોકોને રોજી આપનાર ઉદ્યોગકારો લોનના હપ્તા ભરી હાઇપર ટેનશનનો ભોગ બને છે ત્યારે હવે તેમની એક પાવલી પણ ખોટી નહિ થવા દઉ.

- text