રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી અમુક ટ્રેનો મંગળ-બુધ બે દિવસ મોડી થશે

- text


મોરબી : ઉધના-સુરત સેક્શન વચ્ચેના બ્રિજ નંબર 445 અને કરંબેલી-વાપી સેક્શનમાં બ્રિજ નંબર 275 માટે, જિયો સેલ દ્વારા બ્રિજના એપ્રોચને મજબૂત કરવા માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોક મંગળવાર, 16મી મે, 2023ના રોજ બ્રિજ નંબર 445 માટે 12.10 કલાકથી 16.40 કલાક સુધી અને બ્રિજ નંબર 275 માટે 13.10 કલાકથી 17.40 કલાક સુધી લેવામાં આવશે. તેવી જ રીતે, બુધવાર, 17 મે, 2023 ના રોજ, બ્રિજ નંબર 275 માટે ડાઉન લાઇન પર 09.10 કલાકથી 13.40 કલાક સુધી અને બ્રિજ નંબર 445 માટે 10.50 કલાકથી 15.20 કલાક સુધી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને નિયમન કરવામાં આવશે અને ટૂંકી અવરજવર કરવામાં આવશે.

16 મે, 2023ના રોજ રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો

- text

(1) 16મી મે, 2023ની ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 3 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

(2)15મી મે, 2023ની ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 2 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

17 મે, 2023ના રોજ રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો:

1. ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 કલાક 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

1278345107

- text