રવાપર રોડ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા એક ઝડપાયો

- text


મોરબી : મોરબી એલસીબી ટીમે શહેરના રવાપર રોડ ઉપર બોનીપાર્ક નજીક તેજાણીની વાડીમાં રહેતા હીરાભાઈ ભવનભાઈ પરમાર નામના શખ્સને આઇપીએલ ક્રિકેટ મેચના હૈદરાબાદ અને લખનૌની ટીમ વચ્ચે ચાલતા મેચમાં મોબાઈલ ફોનથી સટ્ટો રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1100 તેમજ 5000 રૂપિયાનો મોબાઈલ કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. પોલીસના હાથે ઝડપાયેલા હીરાભાઈએ મેચના આ સોદા આરોપી તૌફિક હુસેન પિંજારા સાથે કરતો હોવાની કબૂલાત આપતા આરોપી તૌફિકને ફરાર દર્શાવી એલસીબી ટીમે બન્ને વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text