ખેડૂતો તક ઝડપી લો ! પીજીવીસીએલ ગમે તેટલો લોડ વધારો નિઃશુલ્ક આપશે

- text


મીટર વગરના ઉધડ કનેક્શનમાં પણ મીટર વગર લોડ વધારો આપવામાં આવશે

મોરબી : પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતો માટે મહત્વની લોડ વધારો આપવાની યોજના અમલી બનાવી છે જે અંતર્ગત કોઈપણ ખેડૂત માંગે એટલો લોડ વધારો નિઃશુલ્ક આપવામાં આવશે ઉપરાંત મીટર વગરના ઉઘડ વીજ કનેકશનમા પણ આગામી તા.31 મે સુધી અરજી કરનાર ખેડૂતોને લાભ મળશે.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતો માટે ખેતી વિષયક સ્વૈચ્છીક જાહેરાત યોજના 2023 અમલમાં મૂકી છે જે અંતર્ગત તા.31 – 5 – 2023 સુધીમાં જે કોઈપણ ખેડૂત ગમે તેટલો લોડ વધારો માંગશે તેટલો લોડ વધારો આપવામાં આવશે. વધુમાં આ લોડ વધારા અન્વયે ખેડૂતોને માત્ર પ્રતિ હોર્સ પાવર રૂપિયા 200 ડિપોઝીટ ચાર્જ જ ચૂકવવાનો છે.

- text

વધુમાં વીજ તંત્ર દ્વારા મીટર વગરના ઉધડ વીજ કનેકશન ધરાવતા ખેડુતોને પણ આ યોજના હેઠળ આવરી લઈ જુના કનેક્શનમાં પણ જોઈએ તેટલો લોડ વધારો આપવામાં આવશે અને તમને મીટર નહિ મુકવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે.

- text