મોરબી રાજપર રોડ ઉપર બોલેરો હડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત

- text


મોરબી : મોરબી – રાજપર રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા વિરજીભાઈ વસરામભાઈ જીવાણી ઉ.60 રહે. રવાપર રોડ, મૂળ રહે. ખાનપર નામના વૃદ્ધ જીજે – 12 – AT – 4868ને ઓવરટેક કરતા હતા ત્યારે બોલેરો ચાલકે અચાનક વળાંક વાળી લઈ અકસ્માત સર્જતાં વિરજીભાઈ અને સાહેદ ગીતાબેનને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ બોલેરો ચાલક વાહન રેઢું મૂકી નાસી જતા અકસ્માત અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text