મોરબીમાં માથાભારે શખ્સ પાસા હેઠળ જેલહવાલે

- text


એલસીબીએ પાસાના વોરંટની બજવણી કરી આરોપીને અમદાવાદ સાબરમતી જેલમાં ધકેલી દીધો

મોરબી : મોરબીમાં માથાભારે અને નામચીન શખ્સને પાસા હેઠળ જેલહવાલે કરવામાં આવ્યો છે. જેમાં એલસીબીએ પાસાના વોરંટની બજવણી કરી આરોપીને અમદાવાદ સાબરમતી જેલમાં ધકેલી દીધો છે.

મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં શરીર સબધી, સરકારી કર્મચારીઓની ફરજમાં રુકાવટ ધાક ધમકી સહિતના ગુન્હામાં સંડોવાયેલા માથાભારે શખ્સની પાસા હેઠળ ધરપકડ કરવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબીએ દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા કલેકટરને મોકલી હતી. જિલ્લા કલેકટરે આ પાસાના વોરંટને ઇસ્યુ કરતા એલસીબીએ આ પાસાના વોરંટની બજવણી કરી માથાભારે શખ્સ નવઘણભાઈ મોહનભાઇ બાંભવા (ઉ.વ.30, મોરબી શનાળા બાયપાસ તુલસી પાર્ક સોસાયટી) ને મોરબી શનાળા બાયપાસ તુલસી પાર્ક સોસાયટી પાસેથી પાસા હેઠળ ધરપકડ કરીને અમદાવાદ સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો.

- text

- text