મોરબી જીલ્લા ક્રિકેટ એસો. દ્વારા 7મીએ અન્ડર-23 અને સીનીયર ખેલાડીઓનું સિલેક્શન

- text


મોરબી : મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશન ખાતે આગામી તારીખ 7 મેને રવિવારના રોજ સવારે 10:00 કલાકે અન્ડર-23 અને સિનિયર ક્રિકેટ ટીમનું સિલેકશન કરવામાં આવશે.

મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા 7 મેના રોજ અન્ડર-23 તેમજ સિનિયર ક્રિકેટ ટીમનું સિલેક્શન કરવામાં આવશે. આ સિલેક્શન રવાપર-ઘુનડા રોડ ખાતે કરવામાં આવશે. જેમાં મોરબીના જ ખેલાડીઓને પસંદ કરવામાં આવશે. સિલેક્શનમાં આવનાર ખેલાડીની જન્મતારીખ 1/9/2000 થી 1/9/2004ની વચ્ચે હોવી અનિવાર્ય છે. અને સિનિયર કેટગરી માટે ખેલાડીનો જન્મ 1/9/1997ની અંદર થયો એ જ સિલેકશનમાં ભાગ લઈ શકશે.
દરેક પાસે સફેદ ટ્રેક અને ટીશર્ટ તથા સ્પોર્ટ્સ શૂઝ અને પોતાની અલાયદી ક્રિકેટ કીટ સાથે હોવી ફરજીયાત છે.સિલેક્શનના દિવસે ખેલાડીએ બે ફોટોગ્રાફ્સ, શાળાનું પ્રમાણપત્ર, બર્થ સર્ટિફિકેટ (ડિજિટલ નકલ ), છેલ્લા બે વર્ષની માર્કશીટ (ડિજિટલ નકલ )સહિતના ડોક્યુમેન્ટ્સ સાથે લાવવાની રહેશે. તેમ મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text