તું જ અમારા વાહન પકડાવશ કહી વૃદ્ધ ઉપર સાત શખ્સોનો હુમલો

- text


રામપરા વીડીમાં વન વિભાગ આરોપીઓના વાહનો પકડતું હોય વૃદ્ધ બાતમી આપતા હોવાની શંકાએ માર મરાયો 

વાંકાનેર : રામપરા વીડીમાં ગેરકાયદે વાહનો ઘુસાડતાં શખ્સોના વાહન વારંવાર પકડાય જતા હોય આ વાહનો અંગે વનવિભાગને માહિતી આપતા હોવાની શંકા રાખી સાત શખ્સોએ વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામમાં રહેતા વૃદ્ધ ઉપર લાકડી, ધારિયા સહિતના હથિયાર વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રામપરા વીડી વિસ્તાર પ્રતિબંધિત હોવા છતાં અહીં ખનીજ માફિયાઓ ઘૂસણખોરી કરતા હોવાથી વનવિભાગ દ્વારા અવારનવાર વાહનો પકડવામાં આવતા હોય અને આ વાહનો અંગે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે રહેતા ફરિયાદી ગાંડુભાઈ દેવશીભાઈ ગમારા ઉ.74 વનવિભાગને જાણ કરતા હોવાની શંકા રાખી સાત શખ્સોએ હુમલો કરતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

વધુમાં હુમલાખોરોને હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા ગાંડુભાઈ દેવશીભાઈ ગમારા ઉ.74 દ્વારા આરોપી લાલો ઉર્ફે લાખો સામતભાઈ ગમારા, વાલો સામતભાઈ ગમારા, રવિ સામતભાઈ ગમારા, પરબતભાઈ નારણભાઈ ગમારા, લાલો નારણભાઈ ગમારા, વિજય ઉર્ફે હેરી કમલેશભાઈ ગમારાતથા વિપુલ લક્ષ્મણભાઈ ઉર્ફે હકાભાઈ ટોળીયા રહે-બધા-રાજાવડલા વાળા વિરુદ્ધ કુહાડી, લાકડી, ધારિયા સહિતના હથિયાર ધારણ કરી શરીરે ફ્રેક્ચર કરી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 143, 147, 148, 149, 326, 324, 325, 323, 504, 506(2) અને જીપી એક્ટની કલમ 135 અન્વયે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text