જેતપર રોડ ઉપર આઇસર હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ 

- text


મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામના વતની મનોજભાઇ ઉર્ફે મયુરભાઇ ધીરૂભાઇ ઉર્ફે ધનજીભાઇ પરમાર ઉ.24, જેતપર રોડ ઉપર વેન્ટો સિરામીકની બાજુમાથી બાઈક નંબર GJ-36-AA-2838 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આઇસર ટેન્કર નંબર GJ-36-T-6713 ના ચાલક આરોપી દિપકભાઇ ભુરજીભાઇ રાવતે પોતાના હવાલવાળું ટેન્કર પૂર ઝડપે ચલાવી મનોજભાઇ ઉર્ફે મયુરભાઇને હડફેટે લઈ અકસ્માત સર્જતાં તેમને માથાના ભાગે તથા પગમા તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતક મનોજભાઈના ભાઈ દિનેશભાઇ ઉર્ફે દેવજીભાઇ ધીરૂભાઇ ઉર્ફે ધનજીભાઇ પરમારે મોરબી તાલુકા પોલીસ મથકમાં ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text