મોરબીમાં આગામી રવિવારે 18180 ઉમેદવારો તલાટી – મંત્રીની પરીક્ષા આપશે

- text


સેવાભાવી સંસ્થા દ્વારા તલાટી કમમંત્રીના પરીક્ષાર્થીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરાશે

મોરબી. : આગામી રવિવારે રાજ્ય સહિત મોરબીમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાનાર છે. મોરબીમાં 54 કેન્દ્રો અને 604 બ્લોકમાં તલાટી મંત્રીની પરીક્ષાની તૈયારી ચાલી રહી છે અને મોરબીમા 18180 ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા આપશે. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. પરીક્ષા માટે 15 રૂટ નક્કી કરવાના આવ્યા છે અને આ રૂટ ઉપર સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.

ડે. ડીડીઓ ઇલાબેન ગોહિલે જણાવ્યું હતું કે, તલાટી મંત્રીની પરીક્ષા માટે 1700 જેટલો સ્ટાફ અને 300 જેટલો પોલીસનો સ્ટાફ ગોઠવાશે. દરેક કેન્દ્ર ઉપર બે લેડીસ, બે જેન્સ એક પીએસઆઇ કે એએસઆઈ કક્ષાના અધિકારી તૈનાત રહેશે. દરેક પરિક્ષાર્થીઓને આ વખતે બુટ ચંપલ ક્લાસની બહાર કાઢવા પડશે. દરેક કેન્દ્રના મેઈન દરવાજા ઉપર મેગા ફિક્સલનો કેમેરો ગોઠવવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા પંચાયતમાં પરીક્ષા માટે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે. ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાશે. કોઈ પરિક્ષાર્થીને કોઈ તકલીફો હોય તો કંટ્રોલ રૂમના 02822299100 ઉપર માર્ગદર્શન મેળવી શકશે. મોરબી, વાંકાનેર, હળવદ અને ટંકારા તાલુકા મથકોએ પરીક્ષા કેન્દ્રો ગોઠવાયા છે. પરિક્ષાર્થીઓને અગવડતા ન પડે તે માટે કેન્દ્રોમાં ગ્રામ્ય વિસ્તારોને લીધા નથી.

- text

જયારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા અન્ય જિલ્લામાંથી મોરબી ખાતે આગામી તા.૭/૦૫/૨૩(રવિવાર)ના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવનાર સર્વધર્મ અને સર્વ જ્ઞાતિના પરીક્ષાર્થીઓ અને પરીક્ષાર્થીનીઓ માટે રહેવા તથા જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો વિદ્યાર્થીઓએ લાભ લેવાની અપીલ કરવામાં આવી છે. જે માટે પરીક્ષાર્થીઓએ તારીખ ૦૬/૦૫/૨૩ (શનિવાર) રાત્રે ૦૮:૦૦ વાગ્યા સુધીમા પોતાનુ નામ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રિપોર્ટિંગ વખતે આધારકાર્ડ અને કોલ લેટરની ઝેરોક્ષ ફોન નંબર સાથે જમા કરવાની રહેશે. લેડીસ અને જેન્ટ્સની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

- text