મોરબીમાં મતદાર યાદી સુધારણામાં 20758 અરજીઓ આવી

- text


મોરબી : મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને બુથ વાઇઝ આ મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવતા તેમાં નવા મતદારો ઉમેરવા અને નામ કમી કરવા સહિતના સુધારા વધારાની અસંખ્ય અરજીઓ આવી હતી. આ મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત નામો ઉમેરવા માટે 6555 અરજીઓ આવી હતી. નવા મતદારોમાં 18 -19 વર્ષમાં 1939 અને 20થી 29 વર્ષમાં 1809 અરજીઓ આવી હતી. ઉપરાંત નામો મતદાર યાદીમાંથી કમી કરવા માટે 2953 અરજીઓ અને નામોમાં સુધારા વધારા માટે 9406 અરજીઓ આવી છે. આમ આ મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત કુલ 20758 અરજીઓ આવી છે. આ તમામ અરજીઓની ચકાસણી કરીને હવે પછી ફાયનલ મતદાર યાદી જાહેર થશે. ત્યારે જ નવા કેટલા મતદારો ઉમેરાયા તે જાણી શકાશે.

- text

- text