બસ સ્ટેન્ડમા બસને બદલે શિક્ષકને મોત મળ્યું

- text


હળવદના જુના દેવળીયા ગામના બસ સ્ટેન્ડમાં બોલેરો કાર ઘુસી જતા કરુણ ઘટના 

હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈને બેઠેલા શિક્ષકને બસને બદલે મોત મળ્યું હતું. કાળ રૂપી ધસી આવેલી બોલેરો કાર બસસ્ટેન્ડમા ઘુસી જતા ગંભીર ઇજાઓ પહોંચવાથી સારવાર દરમિયાન શિક્ષકે દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

બનાવી અંગે જાણવા મળતી વિગતો વિગતો મુજબ હળવદ તાલુકાના જૂના માલણીયાદ ગામના અને હાલ માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહી અણીયાળી પાસે આવેલ વલ્લભ વિદ્યાપીઠમાં શિક્ષક તરીકે સેવા આપતા શામજીભાઈ ગંગારામભાઈ કણઝરીયા ઉંમર વર્ષ 40 શુક્રવારના રોજ હળવદ ખાતે તેઓના મકાનના કામ અર્થે આવ્યા હતા.

બાદમાં હળવદ ખાતે તેઓનું કામ પૂર્ણ કરી રીક્ષામાં ખાખરેચી તરફ જવા નીકળ્યા હતા જોકે રીક્ષા જુના દેવળીયા સુધી જતી હોય જેથી શામજીભાઈ જુના દેવળીયા ઉતરી ગયેલ અને રોડ પર ગામના બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈ બેઠા હતા તે વેળાએ અચાનક જ બોલેરો કાર નંબર એમએચ.46.એન. 6569 ના ચાલકે બોલેરો ઉપર કાબુ ગુમાવી દેતા ગાડી સીધી જ બસ સ્ટેન્ડમાં ઘુસી ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં શામજીભાઈને ગંભીર રીતે ઈજા પહોંચતા તેઓને પ્રથમ સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યા હતા જોકે ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા જ્યાં તેઓનું ગઈકાલે મોત નીપજ્યું હતું.

- text

બીજી તરફ અકસ્માત સરર્જી બોલેરો કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે શામજીભાઈ કણઝરીયા એક સારા એવા હાસ્ય કલાકાર પણ હતા.તેઓને સંતાનમાં એક પાંચ વર્ષનો દીકરો પણ હોય જેને નાની ઉંમરમાં જ પિતાની છત્ર છાયા ગુમાવી દીધી છે.બીજી તરફ આશાસ્પદ યુવાનના મોતના પગલે દલવાડી સમાજમાં ઘેરો શોક છવાઈ ગયો છે.

 

- text