લુખ્ખા તત્વો શાંતિથી ઘર જાલીને બેસી જજો ! કાંતિલાલની સાફ વાત

- text


મોરબીમાં ખૂણે ખાચરે ચાલતા ગોરખધંધા બંધ કરાવવા સંઘ, વિહિપ સહિતના 100 કાર્યકરો પોલીસ સાથે રહી કામ કરશે

મોરબી : મોરબીમાં સુપર માર્કેટમાં સરાજાહેર છેડતીની ઘટના બાદ ઉપરા છાપરી સગીરાઓના દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે ત્યારે દબંગ ધારાસભ્ય કાંતિલાલ અસલ મિજાજમાં મેદાને આવ્યા છે, હાલ તેઓ કર્ણાટક હોવા છતાં પણ મોરબીની સુખ શાંતિ માટે તેઓએ વિહિપ, સંઘના 100 કાર્યકર્તાઓની ટીમ બનાવી મોરબીમાં ખૂણે ખાચરે ચાલતા ગોરખધંધા બંધ કરાવવા માટે પોલીસ સાથે રહી કામગીરી કરવામાં આવશે તેવું વિડીયો સંદેશ મારફતે જાહેર કરી લુખ્ખાગિરી કરતા તત્વોને ઘર જાલીને બેસી જવા ચેતવણી આપી છે.

સિરામિક નગરી મોરબીમા છેડતી, લૂંટફાટ, ખંડણી, અપહરણ, દુષ્કર્મ જેવી ગંભીર ગુન્હાખોરીની ઉપરા છાપરી ઘટનાઓ બનવાનું પ્રમાણ વધ્યું છે ત્યારે છેલ્લા પંદર દિવસમાં જ સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મની બબ્બે ઘટનાઓ સામે આવતા મોરબીના જાગૃત ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉકળી ઉઠ્યા છે.

હાલમાં મોરબી – માળીયાના ધારાસભ્ય કાંતિલાલ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની પ્રચાર પ્રસારની કામગીરીમા હોવા છતાં મોરબીમાએ બે દિવસ પૂર્વે બનેલી દુષ્કર્મની ઘટનાથી વ્યથિત બની તેઓએ વિડીયો સંદેશ મારફતે જાહેર કર્યું છે કે, મોરબીમાં લુખ્ખાગીરી, દાદાગીરી જરાય ચલાવી લેવામાં નહિ આવે.

- text

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, હાલમાં મોરબીમાં આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠનના 100 જેટલા જવાબદાર યુવાનોની ટીમને તૈયાર કરી પોલીસ સાથે મિટિંગ કરાવી દેવામાં આવી છે અને મોરબીમાં ખૂણે ખાચરે ચાલતી કોઈપણ ગેરકાનૂની પ્રવૃત્તિ ઉપર આ ટીમ પોલીસ સાથે રહી કામગીરી કરશે તેમજ પોલીસને તમામ બાબતોની જાણકારી આપી કાનૂની કાર્યવાહી કરાવશે, જેથી લુખ્ખગીરી, ટપોરીગીરી કરતા તત્વોને શાનમાં સમજી જઈ ઘર જાલીને બેસી જવા અંતમાં ચેતવણીની ભાષામાં જણાવ્યું હતું.

https://youtube.com/shorts/sq4A_7soDV4?feature=share

 

- text