મોટા રામપર ખાતે નારીચાણીયા હનુમાનજી મંદિરનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

- text


ટંકારા : ટંકારા તાલુકાના મોટા રામપર (મહેન્દ્રપુર) ખાતે બિરાજમાન અને નાના રામપર, ઉમિયાનગર, નશીતપર એમ ચારેય દિશાઓમાં રક્ષણ અને પોષણ કરતા શ્રી નારીચાણીયા હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર કાર્ય પુર્ણ થવાના પાવન અવસર પર ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આવતીકાલે 1 મેના રોજ પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.

રામ-લક્ષ્મણ જાનકી તથા શિવ પરિવારના પાર્વતીજી, ગંગાજી કુર્મ નારાયણ નંદી કેસ્વર તેમજ નિર્માણ થયેલા ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું છે. આ મંગલમય ત્રણ દિવસના મહાયજ્ઞમાં શ્રી નારીચાણીયા હનુમાનજીની કૃપા પ્રસન્નતા અને આશીર્વાદ મેળવવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

આવતીકાલે તારીખ 1 મે ને વૈશાખ સુદ-૧૧ ને સોમવારના રોજ સવારે ૮-૩૦ વાગ્યે દેવ જાગૃતિ, સ્નપનસ્નાન, ન્યાય પિઠીકાપુજન, શિખર પુજન તથા બપોરે ૧૨-૧૫ વાગ્યે દેવસ્થાપન, પ્રર્તિષ્ઠા, પ્રાણપુરણ અને સાંજે ૪ વાગ્યે ઉતર પુજન, બલિદાન યોજાશે. તો આ પ્રસંગે સૌને હાજરી આપવા શ્રી નારીચાણીયા હનુમાનજી મંદિરના કમિટી સભ્યો તથા સમસ્ત ગામ અને પુજારી ભરત દાસ બાપુ કુબાવતે આમંત્રણ પાઠવ્યું છે.

- text