મોરબીના સામાંકાંઠાથી લાંબા સમયથી બંધ રાજકોટ-મોરબી ઇન્ટરસીટી બસ ચાલુ કરવા માંગ

- text


મોરબી : મોરબીના સામાકાંઠાથી ઉપડતી રાજકોટ-મોરબી ઇન્ટરસીટી બસ લાંબા સમયથી બંધ હોવાથી સામાકાંઠાના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી મોરબીના સામાકાંઠાથી ઉપડતી રાજકોટ-મોરબી ઇન્ટરસીટી બસને ફરીથી ચાલુ કરવા એસટી ડેપો મેનેજરને રજુઆત કરવામાં આવી છે.

- text

મોરબીના સામાકાંઠાના રહીશોએ એસટી ડેપો મેનેજરને રજુઆત કરી હતી કે, અગાઉ મોરબીના સામાકાંઠાના મહારાણા પ્રતાપ સર્કલથી રાજકોટ-મોરબી ઇન્ટરસીટી બસ ચાલુ હતી. આ રાજકોટ-મોરબી ઇન્ટરસીટી બસ મોરબીના સામાકાંઠાના મહારાણા પ્રતાપ સર્કલથી નિયમિત રીતે સવારે 9, બપોરે 2 અને સાંજે 6 વાગ્યે ઉપડતી હતી. આ બસથી મોરબીના સામાકાંઠાથી રાજકોટ- મોરબી વચ્ચે નિયમિત નોકરી ધંધા માટે અપડાઉન કરતા ઘણા લોકોને સારો લાભ મળતો હતો. પણ અગાઉ કોરોના કાળમાં આ સુવિધા છીનવાઈ ગઈ હતી અને લાંબા સમયથી મોરબીના સામાકાંઠાથી રાજકોટ- મોરબી વચ્ચેની ઇન્ટરસીટી બસ બંધ હોવાથી સામાકાંઠાના રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે. આથી આ બસ ફરીથી ચાલુ કરવાની માંગણી કરી છે.

- text