મોરબીમાં સવા ઈંચ કમોસમી વરસાદ, હળવદમા અડધો ઇંચ

- text


ટંકારામા ત્રણ મિલિમિટર, વાંકાનેર અને માળીયામા છાંટા છૂટી

મોરબી : ગઈકાલે સાંજ બાદ મોરબી જિલ્લામાં આવેલા વાતાવરણમાં બદલાવ બાદ આજે સવારથી મોરબીમાં મેઘરાજાએ માવઠા રૂપે સટાસટી બોલાવતા સવા ઇચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો હોવાના સતાવાર આંકડા મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમમાંથી મળી રહ્યા છે.

મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ મોરબી શહેરમાં આજે સવારથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે મોરબી શહેરમાં 29 મીમી એટલે કે સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે હળવદમા 10 મિલિમિટર, ટંકારમાં 3 મિલિમિટર અને વાંકાનેર તેમજ માળીયા તાલુકામાં છાંટા છૂટી જેવો વરસાદ હોવાનું સતાવાર રીતે તંત્ર દ્વારા જાહેર કરાયુ છે.

ઉલ્લેખનીય છે કે, વાંકાનેર મોરબી હાઇવે ઉપર ઢુંવા, પંચાસર, પંચસિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. હજુ હાલમાં પણ મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

- text

- text