કમોસમી વરસાદમાં મોરબી પાણી – પાણી ! ઠેર ઠેર પાણી ભરાયા

- text


ત્રાજપર ચોકડી, શનાળા રોડ, મહારાણા પ્રતાપ સર્કલ સહિતના સ્થળે ટ્રાફિક જામ જેવી સ્થિતિ પોલીસે ક્લિયર કરાવી

મોરબી : મોરબી શહેરમાં આજે સવારથી ચોમાસા પણ ન હોય તેવો દે ધનાધન વરસાદ વરસતા ત્રાજપર ચોકડી, શનાળા રોડ, રવાપર રોડ સહિતના વિસ્તારો પાણી – પાણી થઈ ગયા હતા અને સરદાર બાગ નજીક તેમજ ચકિયા હનુમાન પાસે તો લોકોને નીકળવુ મુશ્કેલ બન્યું હતું. જો કે, સામાંકાઠે પાણીને કારણે ટ્રાફિક જામ સર્જાતા પોલીસે તાત્કાલિક ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

આજે સવારથી મોરબી શહેર અને સમગ્ર જિલ્લામાં ચોમાસા જેવા માહોલમાં માવઠું વરસતા મોરબી શહેરમા ચારેકોર પાણી પાણીની સ્થિતિ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આજે વરસેલો વરસાદ ચોમાસાને પણ ટક્કર મારે તેવો જોરદાર હોવાનું લોકો એ જણાવ્યુ હતું.

દરમિયાન અનરાધાર કમોસમી વરસાદને પગલે મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીના માર્ગ ઉપર પાણી પાણીની સ્થિતિ સર્જાઈ હતી. આ સાથે જ શનાળા રોડ ઉપર સ્કાય મોલ, સરદાર બાગ, રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર પાસે તેમજ ગાંધીચોક સહીતના વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. જો કે, પોલીસ દ્વારા તાત્કાલિક મોરચો સંભાળી ટ્રાફિક ક્લિયર કરવાયો હતો.

- text

- text