કોરોના ઢીલોઢફ : આજે માત્ર 2 પોઝિટિવ કેસ

- text


મોરબી : મોરબીમાં ચાલુ મહિનામાં કોરોના વાયરસે તરખાટ મચાવ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે આજે રાહતના સમાચાર છે, આજે મોરબી જિલ્લામાં માત્ર બે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગ મોરબી દ્વારા આજરોજ જિલ્લામાં કુલ મળી 706 શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં મોરબી શહેરમાં 2 કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતા. બાકીના અન્ય તાલુકાઓમાં કોરોના કેસ શૂન્ય રહ્યા હતા. આજના દિવસે મોરબી તાલુકાના 11 દર્દીઓ સાજા નરવા થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવતા મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 46 થવા પામી છે.

- text

- text