માળીયાના માણાબાથી ચીખલી ગામ સુધીનો રોડ ખખડધજ

- text


રોડનું રિપેરીગ કરવા તથા રોડ બાજુના જંગલનું કટિંગ કરવા મામલતદાર અને ટીડીઓને રજુઆત

મોરબી : માળીયાના માણાબા ગામથી સુલતાનપુર થઈ ચીખલી ગામ સુધીનો રોડ ખખડધજ હોવાથી ગામલોકોને ભારે હાલાકી પડે છે. આથી ગામલોકોએ રોડનું રિપેરીગ કરવા તથા રોડ બાજુના જંગલનું કટિંગ કરવા મામલતદાર અને ટીડીઓને રજુઆત કરી છે.

માળીયાના સુલતાનપુર-વિશાલનગરમાં રહેતા ભાવેશભાઈ વિડજાએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી કે, માળીયાના માણાબા ગામથી સુલતાનપુર થઈ ચીખલી ગામ સુધીનો રોડ એકદમ બિસમાર હાલતમાં છે. આ ડામર રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. માર્ગ ચાલવા યોગ્ય ન રહેતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. આ રોડની બાજુમાં ગાંડા બાવડ અને ઝાડી ઝાંખરા જેવું જંગલ ઊગી નીકળ્યું હોય લોકોને ભારે મુશ્કેલી પડે છે. તેથી આ રોડનું તાકીદે રિપેરીગ કરવા અને રોડની બાજુમાં ઊગી નીકળેલા ગાંડા બાવડ અને ઝાડી ઝાંખરા જેવું જંગલનું કટિંગ કરવાની માંગ કરી છે.

- text

- text