ટંકારા : હાથ ઉછીના પૈસા લઈ પરત ન કરનાર આરોપીનેને એક વર્ષની સજા 

- text


ટંકારા : હાથ ઉછીના પૈસા લઈ પરત ન કરનાર આરોપીને ટંકારા કોર્ટે એક વર્ષની સાદી કેદનું સજા ફટકારી છે. આ સાથે આરોપીને રૂ.6,10,000/- ચુકવવાનો આદેશ પણ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાઘપર ગામના રહેવાસી સંજયભાઈ મગનલાલ કડીવારએ વર્ષ 2017માં મોરબીના ફડસર ગામના રહેવાસી હીરાભાઈ રામભાઇ કુંભરવાડીયા પાસેથી અંગત ઉપયોગ માટે રૂ 6,00,000/- સંબંધના દાવે લીધેલ હતા. આ રકમ પરત આપવા માટે સંજયભાઈ મગનલાલ કડીવારએ રૂ 6,00,000/- નો ચેક આપેલ હતો. જે વણ ચૂકવ્યે પરત થતાં હીરાભાઈએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે ટંકારના માહે જ્યુડિ મે.જી. ફ.ક. સાહેબની કોર્ટમાં વકીલ રાહુલ ડી ડાંગર તથા વી.એસ.માનસાતા મારફતે 30/05/2017 માં દાખલ કરેલ હતો.

- text

જે કેસ ચાલી જતાં ટંકારાના માહે જયુડિ. મેજી.ફ.ક એસ.કે.પટેલ સાહેબએ આરોપીને 1 વર્ષનીની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂ.6,10,000/- નો વળતર ચુકવવા અને આરોપીએ વળતરની રકમ 90 દિવસમાં ફરિયાદીને ચુકવી આપવી જો સદર રકમ ચૂકવવામાં કસુર કરે તો વધુ 3 માસની સાદી કેદની સજા ભોગવવાની રહેશે તેવો ચૂકાદો આપ્યો છે.જે કેસમાં ફરિયાદી તરફે મોરબી/ટંકારાના વકીલ તથા ટંકારા બાર અસોસિએશનના ઉપપ્રમુખ રાહુલ ડી ડાંગર તથા જોડિયા બાર એસોસિએશનના પ્રમુખ વી.એસ.માનસાતા રોકાયેલ હતા.

- text