મોરબી જિલ્લાના પેન્શરોના પડતર પ્રશ્નોને લઈને કલેકટરને આવેદન

- text


મોરબી : મોરબી જિલ્લા પેન્શનર સમાજ દ્વારા પેન્શનરોની વિવિધ પડતર માંગને લઈને જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું હતું.પ્રમુખ જે.એસ.ડાંગર તથા કારોબારી સમિતિનાં સદસ્યો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

- text

આવેદનમાં જણાવાયું હતું કે પાંચ વર્ષનો ગાળો નકકી કરી પેન્શન વધારો આપવા, તમામ બિમારીઓ માટે માન્ય હોસ્પિટલમાં આંતરિક સુવિધા, નવી પેન્શન યોજનાનાં સ્થાને જુની પેન્શન યોજના અમલમાં મુકવા, આવકવેરામાંથી મુક્તિ, તીર્થાટન ભથ્થુ દર વર્ષે એક માસનું પેન્શન આપવું, આખરી પેન્શન ૭૫ ટકા /કુટુમ્બ પેન્શન ૫૦ ટકા નકકી કરવું, દેશમાં સમાન પેન્શન નિતી નકકી કરવી, રેલ્વે ટિકીટમાં પહેલાની જેમ પેનશનરોને ભાડામાં રાહત આપવી, ૧૫ વર્ષનાં સ્થાને રાશિકૃત પેનશન ૧૨ વર્ષે નકકી કરવું, દરેક રાજયમાં પેન્શનર સલાહકાર સમિતિની રચના કરવી, ૧૭ ડિસેમ્બર પેનશન ડે મનાવવા મંજુરી આપવી, કોરાનાકાળમાં ૧૮ માસની જે પેન્શનની રકમ રોકેલ છે તે પેન્શન રાહતની ધનરાશિ ચુકવવા સહિતની માંગ પુરી કરવામાં આવે.

- text