મોરબી જિલ્લામાં સિનિયર સિટીજનો માટે સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ

- text


10થી 22 એપ્રિલ સુધી ક્રાઇમ જાગૃતિ અભિયાન ચાલશે,એકલા રહેતા વૃદ્ધો સહિત તમામ સિનિયર સિટીજનો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તેઓને જાગૃત કરવાની ઝુંબેશ હાથ ધરાશે.

મોરબી : સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં સિનિયર સિટીજનોની સુરક્ષા માટે સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન આજથી શરૂ કરવામાં આવ્યું છે. 10થી 22 એપ્રિલ સુધી આ ક્રાઇમ જાગૃતિ અભિયાન ચાલશે.જેમાં એકલા રહેતા વૃદ્ધો સહિત તમામ સિનિયર સિટીજનો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તેઓને જાગૃત કરવાની ઝુંબેશ હાથ ધરાશે.

સિનિયર સિટીજનોને સાયબર ક્રાઇમથી જાગૃત કરવા માટે દરેક પોલીસ મથકોની સી ટીમની રચના કરી આ સી ટિમોએ વૃદ્ધોને કેવી રીતે સમજણ આપવી તે અંગેની તાલીમ આપવા સેમિનાર યોજાયો હતો. જેમાં એસપી રાહુલ ત્રિપાઠી, હેડ ક્વાર્ટર ડીવાયએસપી ગોસ્વામી હાજર રહીને સી ટીમને માર્ગદર્શન આપ્યું હતું અને એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે,સિનિયર સિટીજનોને અમુક ઠગ ટોળકી કોલ કરી અથવા મેસેજમાં ઓટીપી માંગી તેની લીક મોકલી તેમજ વીડિયો દ્વારા ડિટેઇલ મેળવીને સાયબર ગુનાઓ આચરતી હોય છે. આ રીતે ઘણા વૃદ્ધોની મરણ મૂડી સમાન બચત પણ લૂંટાઈ જતી હોય છે.આથી વૃદ્ધો આવા સાઇબર ક્રાઇમનો શિકાર ન બને તે માટે તેમને સચેત કરવા માટે સી ટીમને વિસ્તૃત માહિતી આપી હતી અને મોરબી જિલ્લાના તમામ વૃદ્ધોના ઘરે જઈ તેમને સાયબર ક્રાઇમથી બચવાની સમજણ પુરી પડાશે.

મોરબી જિલ્લામાં સિનિયર સિટીજનો માટે જે સાયબર ક્રાઇમ જાગૃતિ ચાલવાશે તે માટે 600 જેટલા વૃદ્ધો પોર્ટલ ઉપર નોંધાયા છે. બીજા અકેલા રહેતા અને ન નોંધાયેલા હોય એનો પણ સર્વે કરીને આ તમામના ઘરે જઈ પોલીસની સી ટીમ સાઇબર ક્રાઇમ વિશે જાગૃત રહેવાની સલાહ આપશે. જો તેમાં કોઈ ભોગ બન્યા હોય તો તેનું નિવારણ લાવવાનો પ્રયાસ કરાશે. આ અંગેની ઝુંબેશ આજથી શરૂ કરી દેવામાં આવી છે અને જાગૃત પત્રિકાનું વિતરણ પણ કરાશે. સિનિયર સીટીઝનની પોર્ટલ ઉપર નોંધણી કરાશે.

- text

- text