અંતે ભાજપ શાસિત મોરબી નગરપાલિકા સુપરસીડ

- text


ઝૂલતા પુલ મામલે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા કરાયો નિર્ણય

મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના મામલે નામદાર હાઇકોર્ટની ફટકાર બાદ અંતે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે દુર્ઘટનાના છ મહિનાથી વધુ સમયગાળા બાદ ભાજપ શાસિત નગરપાલિકાને સુપરસીડ કરવા નિર્ણય કરી અધિક નિવાસી કલેકટરને વહીવટદાર તરીકે નિમણૂક આપી દીધી છે.

ટોચના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના 30 ઓકટોબર 2022ના રોજ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ ગંભીર દુર્ઘટનામાં નામદાર ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો રિટ દાખલ કરી માત્ર અઢી પનાના કરાર ઉપર અજંતા ઓરેવા કંપનીને આખેઆખો ઝૂલતો પુલ સોંપી આપનાર નગર પાલિકાને જવાબદાર ઠેરવી પાલિકાને સુપરસીડ કરવા સરકારને નિર્દેશ આપ્યા હતા.

- text

બીજી તરફ મોરબી નગરપાલિકાની શાસન ધૂરા ભારતીય જનતા પક્ષના ચૂંટાયેલા નગરસેવકો પાસે હોય નગરપાલિકા સુપરસીડ ન થાય તે માટે સરકારમાં રજૂઆતની સાથે નામદાર હાઇકોર્ટમાં પણ ગુહાર લગાવી હતી. જો કે, આજે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે પાલિકાને સુપરસીડ કરતો હુકમ કરી વહીવટદાર તરીકે અધિક નિવાસી કલેકટરને ફરજ સોંપી હોવાનું જાણવા મળે છે.

 

- text