પીપળીયા સત્ય સાંઈ સ્કૂલની 8 વિદ્યાર્થિનીઓની રાજ્યકક્ષાએ ફૂટબોલ ટીમમાં પસંદગી

- text


મોરબી : ગુજરાત સરકાર દ્વારા ડીસ્ટ્રીકટ સ્પોર્ટ્સ સ્કૂલમાં એડમિશન માટેની પ્રુવન ટેસ્ટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ ટેસ્ટમાં મોરબીના પીપળીયાની સત્યસાંઈ વિદ્યામંદિર સ્કૂલની આઠ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જે તમામ 8 વિદ્યાર્થિનીઓ રાજયકક્ષાના મેરિટમાં પસંદગી પામતા શાળા પરિવાર અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

પ્રુવન ટેસ્ટમાં પ્રેક્ટીકલ વર્કઆઉટ, ટેકનીકલ પ્રેક્ટીસ, ફીઝીકલ ટેસ્ટ, ફુટબોલ રમત જેવા ક્રાયટેરીયાનું સંયુક્ત મેરિટ બને છે. રાજયકક્ષાએ પસંદ થનાર આઠ વિદ્યાર્થિનીઓમાં (1) કોબિયા ભૂમિકાબેન પીયુષભાઇ (2) ડાભી રિધ્ધિ હરેશભાઈ (3) પલાણી રૂચીતા અશોકભાઈ (4) બાવળીયા વંશીકા વિજયભાઈ (5) ભાંભરીયા કોમલ થોભણભાઈ (6) જોગરાજીયા દિવ્યા ગોરધનભાઈ (7) અણીયારીયા ચંદ્રિકા હકાભાઇ (8) મકવાણા પૂજા જસમતભાઈ છે. આ આઠ વિદ્યાર્થિનીઓને સરકાર દ્વારા હોસ્ટેલમાં રહેવાનું અને સ્કૂલમાં ભણવાનું તથા જે તે રમતની સઘન તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે. આ વિદ્યાર્થિનીઓ પોતાની રમતમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરે તેવી શાળાના ટ્રસ્ટી મનોજભાઈ ભીમાણી તેમજ શાળાના શિક્ષકો શુભેચ્છાઓ પાઠવી છે. ફૂટબોલ કોચ વસાવા આશિષ હરીસીંગભાઈએ આ વિદ્યાર્થિનીઓને ટેકનીકલ અને પ્રેક્ટીકલ ટ્રેનીંગ આપી હતી.

- text

- text