લઘુ ઉદ્યોગ ભારતીમાં મોરબી જિલ્લા પ્રમુખ – મંત્રીની નિયુક્તિ

- text


મોરબી : તાજેતરમાં લઘુ ઉદ્યોગ ભારતી મોરબીની બેઠકનું આયોજન મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં લઘુ ઉદ્યોગ ભારતી મોરબીના જિલ્લા પ્રમુખ અને મંત્રીની નિયુક્તિ કરવામાં આવી હતી.

આ બેઠકમાં આગામી બે વર્ષ માટે લઘુ ઉદ્યોગ ભારતી મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે હરેશભાઈ બોપલિયા અને મંત્રી પદે સંદીપભાઈ કુંડારીયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઉપસ્થિત સર્વે સભ્યોએ નવ નિયુક્ત પ્રમુખ અને મંત્રીના નામને અનુમોદન આપ્યું હતું. આ બેઠકમાં સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી અમૃતભાઈ ગઢીયા, રાજકોટ પટેલનગર ઇકાઈના પ્રમુખ જયસુખ સોરઠીયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવિધ સંગઠનની જવાબદારી સંભાળતા સ્વયંસેવકો તથા વિવિધ ઔધોગિક અસોસિએસનના હોદેદારો તેમજ લઘુ ઉદ્યોગ ભારતીના હોદ્દેદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં લઘુ ઉદ્યોગ ભારતીની કાર્ય પ્રણાલીની સવિસ્તાર માહિતી અમૃતભાઈ ગઢીયાએ આપી હતી.

- text

- text