હળવદમાં દારૂડિયાએ ગામ માથે લીધું, પોલીસ દોડી

- text


પોલીસે દારૂડિયાને પકડીને કાયદાનું ભાન કરાવ્યું

હળવદ : હળવદમાં આજે મેઈન બજારમાં દારૂડિયાએ ચિક્કાર નશામાં ભારે ધમાચકડી મચાવી ગામ ગાંડું કરી તમાશો સર્જતાં આ દારૂડિયાને જોવા લોકો પણ ટોળે વળ્યાં હતા. આખરે પોલીસને જાણ કરાતા પોલીસે દારૂડિયાને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું.

હળવદની મેઇન બજારમાં દારૂડિયાએ દારૂ પીને નાટક કરતા કરતા રોડ પર સૂઈ ગયો હતો અને દારૂના નશામાં ચકચૂર બનીને બફાટ કરવાની સાથે દંગલ મચાવતા થોડી વાર મચી અફડાતફડી મચી ગઇ હતી. હળવદના જાહેર માર્ગ પર દારૂડિયો સૂઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આખરે હળવદમાં દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડાવતા શખ્સ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દારૂડિયાને ઉપાડી ગઈ હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું.

- text

- text