મોરબી જિલ્લા કલેકટર અને એસપી કચેરીએ પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ

- text


સાગર સુરક્ષા અભિયાન અંતર્ગત બે દિવસ સુધી સઘન ચેકિંગ કરવામાં આવશે

મોરબી : સાગર સુરક્ષા અંતર્ગત મોરબી જિલ્લા કલેકટર કચેરી અને એસપી કચેરી તેમજ જિલ્લા પંચાયતમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. બે દિવસ સુધી આ સરકારી કચેરીઓમાં. સઘન ચેકિંગ હાથ ધરાશે.

મોરબી જિલ્લામાં બે દિવસ સુધી સાગર સુરક્ષા હેઠળ ડ્રાઈવ રાખવામાં આવી છે. જેમાં જિલ્લા પંચાયત, જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા પોલીસ વડાની કચેરીએ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને બે દિવસ સુધી ચેકિંગ હાથ ધરાશે.આ કચેરીના સંકુલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જે જે પણ વાહનો આવશે તે તમામ વાહનોનું ચેકિંગ કરાશે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

- text

- text