ઉમિયાધામ રજત જયંતી મહોત્સવમાં સમાજ ઉત્થાન માટે હાંકલ કરતા મોરબીના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા

- text


રજત જયંતી મહોત્સવમાં મંત્રી પુરુષોત્તમ રૂપાલાની રજતતુલા કરાઈ

મોરબી : અમરેલી જિલ્લાના લીલીયા મોટા ખાતે ઉમિયાધામ મંદિરના રજત જયંતી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબીના પાટીદાર ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરાએ ઉપસ્થિત રહીને સમાજ ઉત્થાન માટેના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની રજતતુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહેમાનો અને ભાઈઓ-બહેનોએ હાજરી આપી હતી.

ગોવિંદભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના લીલીયા મોટા ગામે આવેલા ઉમિયાધામ મંદિરનો રજત જયંતી મહોત્સવ તારીખ 7 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. મંદિરને 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ રજત જયંતી મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, દિલીપભાઈ સંઘાણી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અન્ય સમાજના ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનોએ સાથે રહીને પુરુષોત્તમ રૂપાલાની રજતતુલા કરી હતી. આ પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ધામધૂમથી પ્રસંગ ઉજવાયો.

અમરેલી જિલ્લાના મોટા લીલીયા ખાતે ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ બાબુભાઈ ધામત અને સ્થાનિક ટ્રસ્ટીઓ, આગેવાનો, અમરેલી જિલ્લાના રાજકીય-સામાજિક આગેવાનો, સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સમાજમાં સારા સુધારા કરવા, કુ-રિવારોજ દુર કરવા, નવા રિત-રિવાજો સાથે કામ કરવું, ખોટા ખર્ચા બચાવવા અને દીકરીઓને પ્રોત્સાહન આપવા સહિતના વિચારો રજૂ થયા હતા. આ તકે, ગોવિંદભાઈ વરમોરાએ રજત જયંતી મહોત્સવમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સમાજના ઉત્થાન માટે મારાથી શું થાય ? કોણ શું કરે છે તે જોવું નથી પરંતુ હું શું કરી શકું ? સમાજે મને શું આપ્યું એ નહીં પરંતુ સમાજને હું શું આપી શકું એ વિચાર કરવો જોઈએ. જેની જેવી શક્તિ હોય એ પ્રમાણે તન-મન-ધન, જ્ઞાન, કળાથી સમાજને કંઈક આપવું જોઈએ.

કૃષિ ક્ષેત્રે પ્રગતિ કરવા ભાવનગર સ્ટેટ પાસેથી ગીર ગાય લઈ જનાર ન્યૂઝિલેન્ડના પરિવારે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ગાયના ઉછેર અંગે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ન્યૂઝિલેન્ડથી આવેલા આ ડેલિગેશનનું મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સન્માન કર્યું હતું.

- text

- text