તમારી સ્ક્વોડ લઈને આવી જાવ મેદાનમાં : થ્રિલ એન્ડ ચિલમાં બોક્સ ક્રિકેટ લીગનું ધમાકેદાર આયોજન

સૌરાષ્ટ્રના સૌથી શ્રેષ્ઠ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં 20 એપ્રિલથી યોજાશે ટુર્નામેન્ટ : 128 ટિમો ભાગ લઈ શકશે, વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન

6 પ્લેયરની અફલાતૂન અને અનોખી ક્રિકેટ ગેમ, એન્ટ્રી ફીના માત્ર રૂ. 3600, વિજેતાને આકર્ષક ઇનામ : અગાઉની ટુર્નામેન્ટને ભવ્ય સફળતા મળ્યા બાદ લોકલાગણીનર માન આપી બીજી વખત આયોજન

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ક્રિકેટરો પોતાની સ્ક્વોડ લઈને તૈયાર થઈ જાવ. થ્રિલ એન્ડ ચિલ ગ્રુપ દ્વારા બોક્સ ક્રિકેટ લીગનું 20 એપ્રિલથી ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. તો તમારી ટિમ સાથે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આજે જ સંપર્ક કરો.

રાજકોટ – મોરબી હાઇવે ઉપર આવેલ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે થ્રિલ એન્ડ ચિલ ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રનું સૌથી શ્રેષ્ઠ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. 105 ફૂટ/ 70 ફૂટના આ ગ્રાઉન્ડની હાઈટ 30 ફૂટ છે. અને તે આર્ટિફિશયલ ગ્રાસથી સજ્જ છે. આ ગ્રાઉન્ડ ઉપર બોક્સ ક્રિકેટ લીગ 6 v/s 6નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 128 ટિમો વચ્ચે જંગ ખેલાશે.

આ ટુર્નામેન્ટમાં 6 પ્લેયર્સની ટિમ રહેશે. જેની એન્ટ્રી ફી માત્ર રૂ. 3600 છે. ફાઇનલ વિજેતાને રૂ. 40000નું ઇનામ, સેકન્ડને રૂ. 20000 અને એલમીનેટર્સને રૂ. 10000નું ઇનામ મળશે. આ ટુર્નામેન્ટના 10 ઓવરની ઇનિંગ રહેશે. એક પ્લેયર 2 ઓવર નાખી શકશે. તમામ નિયમો ઇન્ટરનેશનલ ક્રિકેટના લાગુ પડશે. માત્ર LBW અને લેગ બાય રન નહિ ગણાય. રૂફને બોલ ટચ થાય તો બાઉન્ડ્રી કે વિકેટ નહિ ગણાય. અમ્પાયરનું ડિસીઝન ફાઇનલ ગણાશે. અન્ય નિયમો મેચ સમયે જણાવાશે.

ઉલ્લેખનીય છે કે થ્રિલ એન્ડ ચિલ ગ્રુપ દ્વારા ગેમ ઝોન રેસ્ટોરન્ટ કાફે પણ કાર્યરત કરાયું છે. અહીં અગાઉ પણ મોરબીવાસીઓ માટે બોક્સ ક્રિકેટ લીગનું ધમાકેદાર આયોજન કરાયુ હતું. જે ખૂબ સફળ રહ્યા બાદ લોકલાગણીને માન આપી બીજી વખત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવો ખરેખર એક લ્હાવો હશે.

રજીસ્ટ્રેશન માટે
મો.નં. 9925222838