મોરબીમાં હોમિયોપેથિક દિવસની ઉજવણી કરાઈ

- text


હોમિયોપેથિક ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આર્યતેજ કોલેજ ખાતે ઉજવણી

મોરબી : ગઈકાલે તારીખ 10 એપ્રિલના રોજ હોમિયોપેથિક મેડિકલ સાયન્સના સ્થાપક ડો. સેમ્યુલ હનેમનનો જન્મદિવસ હોય સમગ્ર વિશ્વમાં આ દિવસને વર્લ્ડ હોમિયોપેથિક દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે ગઈકાલે મોરબીના હોમિયોપેથિક ડોક્ટર્સ એસોસિએશન દ્વારા હોમિયોપેથિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- text

હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન મોરબી દ્વારા આર્યતેજ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, ટ્રસ્ટીઓ અને મોરબી જિલ્લામાં પ્રેક્ટિસ કરતા હોમિયોપેથીક તબીબો દ્વારા હોમિયોપેથિક દિવસ ઉજવવામાં આવ્યો હતો. ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ સાયન્સને લગતા ડ્રામા તેમજ ડાંસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ હોમિયોપેથિક પ્રેક્ટિસ કરતા પ્રેક્ટિસનરો દ્વારા હોમિયોપેથિક દવાઓ અને વિવિધ કેસ સ્ટડી પર ચર્ચાઓ કરાઈ હતી.

 

- text