ટ્રેનમાંથી અધવચ્ચે ઉતરી જઈ ગુમ થનાર વૃધ્ધાનું પરીવાર સાથે મિલન કરાવતી વાંકાનેર સીટી પોલીસ

- text


વાંકાનેર : ઓખા રામેશ્વર ટ્રેનમાં મુસાફરી દરમિયાન વાંકાનેર નજીક અધવચ્ચે ઉતરી ગયેલા વૃદ્ધ મહિલાને તાત્કાલિક શોધી કાઢી વાંકાનેર સીટી પોલીસ સી ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ઓખા રામેશ્વરમ ટ્રેનમાં રાજકોટથી અમદાવાદ વચ્ચે મુસાફરી દરમિયાન ઉમાલક્ષ્મીબેન જોષી નામના વૃદ્ધ મહિલા ગુમ થતા અમદાવાદ પોલીસ દ્વારા શોધખોળ માટે વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવી હતી.

જે આધારે વાંકાનેર સીટી પોલીસ મથક દ્વારા સી ટીમ સહિતના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અમરસર રેલ્વે સ્ટેશનથી વાકાનેર રેલ્વે સ્ટેશન સુધીના વિસ્તારમાં તાત્કાલીક ગુમ થનાર મહિલાનો ફોટો બતાવી તપાસ કરતા સી-ટીમના સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન રાજાવડલા ગામ પાસે આ ગુમ થનારનો ફોટો બતાવી તપાસ કરતા મહિલા રાજાવડલા ગામની સીમમા જંગલ વિસ્તારમા જતાં જોયેલ હોવાનુ જાણવા મળ્યું હતું. બાદમાં તપાસ કરતા ડુંગરાળ વિસ્તારમા ઉમા લક્ષ્મીબેન જોશી અર્ધબેભાન હાલતમા મળી આવતા તેઓને હોસ્પીટલમાં ખસેડતા જરૂરી સારવાર બાદ ભાનમા આવેલ મહિલાએ પોતાનુ નામ ઉમાલક્ષ્મીબેન જોષી હોવાનું જણાવતા એલ.સી.બી. પશ્ચીમ રેલ્વે અમદાવાદનાઓનો સંપર્ક કરી ગુમ મહીલા મળી આવેલ ની જાણ કરી હતી.

આ સાથે જ મહિલાના પરીવારના સભ્યોને જાણ કરવામા આવતા તેઓના પરીવારના સભ્યો સાથે ગુમ થનાર બહેનનું સુખદ મિલન કરાવવામાં આવેલ હતું. ઉમાલક્ષ્મીબેન જોષીની સારવાર દરમ્યાન પરીવારના સભ્ય તરીકે વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ દ્વારા સારસંભાળ લેવામાં આવેલ હતી.

- text

આ સારી કામગીરી વાંકાનેર સીટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.છાસીયા, પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.વી.કાનાણી, એ.એસ.આઇ ભુપતસિંહ અજુભા પરમાર, મહિલા પો.કોન્સટેબલ સંગીતાબેન બાબુભાઇ નાકિયા, પો.હેડ કોન્સટેબલ યશપાલસિંહ ભવાનસિંહ પરમાર, બળદેવસિંહ મહાવીરસિંહ તથા પો.કોન્સટેબલ તાજુદિનભાઇ માહમદભાઇ શેરસીયા સહિતના સ્ટાફે કરી હતી.

- text