મોરબીના વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર ઠગ ત્રિપુટી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

- text


વિનાયક ટ્રેડિંગ કંપનીના સંચાલક મેનેજરે 3.70 લાખના પ્લાસ્ટિક પાઇપ લઈ પૈસા ન આપ્યા

મોરબી : મોરબીના જેતપર પીપળી રોડ ઉપર વિનાયક ટ્રેડિંગ નામની પેઢી ખોલી અનેક વેપારીઓને શીશામાં ઉતારી દેનાર ઠગ કરણ સહિતની ત્રિપુટી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રથમ ગુન્હો નોંધાયો છે જેમાં આ ઠગ ટોળકીએ રૂ.3.70 લાખના પ્લાસ્ટિકના પાઇપ ખરીદી ચેક આપી નાણા નહિ ચૂકવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જેતપર પીપળી રોડ ઉપર વિનાયક ટ્રેડિંગ નામની પેઢી ખોલી અનેક વેપારીઓને શીશામાં ઉતારી દુકાનને અલીગઢિયા તાળા લગાવી નાસી ગયેલા કરણ નામના ઠગ વિરુદ્ધ 35 જેટલા છેતરાયેલ વેપારીઓએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અરજી કર્યા બાદ આ પ્રકરણમાં ગઈકાલે તાલુકા પોલીસે મિતભાઈ વસંતભાઈ ભાલોડિયા નામના વેપારીની ફરિયાદને આધારે પ્રથમ ગુન્હો નોંધ્યો છે.

- text

મિતભાઈ વસંતભાઈ ભાલોડિયાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી વિનાયક ટ્રેડિંગના કરણ જીલુભાઈ રાઠોડ રે.સુરત, અશોક પટેલ અને વિનાયક ટ્રેડિંગના મેનેજર વિરુદ્ધ રૂપિયા 3.70 લાખની કિંમતના પ્લાસ્ટિકના પાઇપ ખરીદી પેમેન્ટ નહિ કરી છેતરપિંડી કરી હોવાનું જાહેર કરતા પોલીસે આઇપીસી કલમ 406, 420 અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text