મોરબી જિલ્લા ફરિયાદ – સંકલન સમિતિની બેઠક ૨૧મી એપ્રિલે યોજાશે

- text


બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે

મોરબી : મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૨૧ એપ્રિલે બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.

- text

આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.

- text