મોરબીના અનેક વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ

- text


કાલિકા પ્લોટ ફીડર અને ભડીયાદ ફીડરમાં સમારકામને કારણે વીજકાપ લાદવામાં આવ્યો

મોરબી : પીજીવીસીએલ કચેરી મોરબી હેઠળ આવતા કાલીકા પ્લોટ ફીડર અને ભડીયાદ ફીડરમાં નવા ટીસી ઉભા કરવા અને મેઈન્ટનન્સની કામગીરીને પગલે આવતીકાલે તા.5ને બુધવારે શહેરના જુના અને સામાકાંઠા વિસ્તારમાં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

પીજીવીસીએલ મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી કાલીકા પ્લોટ ફીડર સવારે 7.30થી બપોરના2 વાગ્યા સુધી નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી તેમજ મેન્ટેનસના કામ માટે વીજકાપ રહેશે જેથી શ્યામ પાર્ક, હીરાસરીના માર્ગ વાળો વિસ્તાર, માર્કેટીંગ યાર્ડ, સુભાષ નગર, નરસંગ ટેકરી મંદિરની આજુબાજુનો વિસ્તાર, શ્રીરામ સોસાયટી, અમૃતનગર, અનુપમ સોસાયટી, ગૌતમ સોસાયટી, ગોકુલનગર, નિલકંઠ સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, ગાયત્રીનગર, હરીહર નગર, કુંજ ગલી, રામેશ્વર સોસાયટી, વિજયનગર, યોગેશ્વર નગર, યદુનંદન 12,13,14 અને 15 વિવેકાનંદ નગર, જયરાજ પાર્ક, વ્રજ વાટીકા, એવન્યુ પાર્ક તેમજ રવાપર રોડ વિસ્તારની સોસાયટી વગેરે જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે.

- text

આ ઉપરાંત નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવા માટે મોરબી શહેર-2 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી પીપીવર્કસ ફીડરમાં સવારે 7 થી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ ફીડર હેઠળ આવતા શ્રીમદ્ સોસાયટી, રાજ સોસાયટી, અનુપમ સોસાયટી, ધરમસિદ્ધી ૧ & ૨ સુભાષ નગર, ગેલેકસી સોસાયટી, જિલ્લા સેવા સદન, ઋષભ નગર, વગેરે વિસ્તારો તથા આસપાસના વિસ્તારો પાવર સપ્લાય બંધ રહેશે તેવું સત્તાવાર રીતે વીજ તંત્ર દ્વારા જાહેર કરાયું છે.

- text