મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાય

- text


ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

મોરબી : મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

મોરબી સમસ્ત જૈન સંઘ દ્વારા. આજે ભગવાન મહાવીરના 2621માં જન્મ કલ્યાણક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દીક્ષા દાનેશ્વરી ગુણરત્નસુરીજીના શિષ્ય રશ્મિરત્નસુરીજી તથા મોરબી સંઘમાં બિરાજિત સર્વે સાધુ-સાધ્વીજી, ભગવંતો તથા મહાસતીજીઓની નિશ્રામાં ભગવાન મહાવીરના 2621માં જન્મ કલ્યાણક દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેના ચાંદીના રથમાં ભગવાન મહાવીર સ્વામીને બિરાજમાન કરી રથયાત્રા મોરબીના રાજમાર્ગો પરથી કાઢવામાં આવી હતી અને શોભાયાત્રામાં ઠેર ઠેર મહાવીર પ્રસાદી દ્વારા મોં મીઠું કરાવવામાં આવ્યું હતું શોભાયાત્રા આજે સવારે ધર્મનાથ જૈન દેરાસરથી નીકળી મુખ્યમાર્ગો ઉપર ફરી બોયઝ હાઈસ્કૂલમાં સમાપન થઈ હતી. જેમાં બાળકોએ સાયકલ ચલાવીને પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો હતો. બેન્ડ બાજા અને શરણાયની અદભૂત સુરાલવી સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયને ભગવાન મહાવીર સ્વામીના ગુણગાન ગાઈને મહાવીર સ્વામીના જન્મોત્સવના હેતથી વધામણા કર્યા હતા.

- text

- text