ગુજરાતમાં પ્રથમ વખત અમદાવાદ ખાતે 5, 6, 7મેએ યોજાશે પ્રજાપતિ બિઝનેસ એક્સપો

- text


ભવ્ય પ્રજાપતિ બિઝનેશ એક્સપોમાં વેપાર-ઉધોગ, કલ્ચરલ ફેસ્ટિવલ, સેલિબ્રિટી, મીડિયા, યુથ સેમિનાર, ટોક સેમિનાર, બી.ટુ. બી.સેમિનાર, ટેલેન્ટ શો, જ્ઞાતિરત્ન એવોર્ડ સહિત જુદાજુદા કાર્યક્રમો યોજાશે

મોરબી : ગુજરાતમાં પ્રથમ વખત પ્રજાપતિ બિઝનેશ એક્સપો યોજાવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાતના સમસ્ત પ્રજાપતિ સમાજ માટે ગૌરવરૂપ પ્રજાપતિ બિઝનેશ એક્સપોનું તા.5, 6, 7મેના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ઉધોગો તથા ખાસ કુંભારી કલાને ઉજાગર કરતા અને સાંસ્કૃતિક વિરાસત સમાન 150 વધુ સ્ટોલ નાખવામાં આવશે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ત્રણ દિવસ સુધી યોજાનાર ભવ્ય પ્રજાપતિ બિઝનેશ એક્સપોમાં કલ્ચરલ ફેસ્ટિવલ, સેલિબ્રિટી, મીડિયા, યુથ સેમિનાર, ટોક સેમિનાર, બી.ટુ. બી.સેમિનાર, ટેલેન્ટ શો, જ્ઞાતિરત્ન એવોર્ડ, પ્રજાપતિ સમાજની પ્રતિભાશાળી અગ્રણીઓનું સન્માન કરાશે. તેમજ મહિલા સશક્તિકરણનું પેલટફોર્મ ઉભું કરાશે. પ્રજાપતિ સમાજના ઉધોગકારો અને વેપારીઓ એક છત્ર નીચે આવીને વેપાર ધંધા વિકસાવે તે આ પ્રજાપતિ બિઝનેશ એક્સપોનો હેતુ છે. દરેક પ્રજાપતિ સમાજના ઉધોગકારો પોતાની પ્રોડક્ટ બિઝનેશ એક્સપોમાં મુકશે અને દરેક લોકો નિહાળી ઉધોગ ધંધાને વેગ આપશે.

ગુજરાતમાં પ્રથમ વખત પ્રજાપતિ બિઝનેશ એક્સપોનું આયોજન થઈ રહ્યું હોય એમાં ઉધોગ અને કલા સંસ્કૃતિનું જતન થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.જેમાં ગુજરાત બહારના પ્રજાપતિ સમાજના ઉધોગકારો, વેપારીઓ તેમજ 1 લાખ મુલાકાતીઓ ભાગ લેશે. જેમાં જુદાજુદા કાર્યક્રમો પણ યોજશે.ત્યારે પ્રજાપતિ બિઝનેશ એક્સપોમાં મોરબી જિલ્લાના ઉધોગકારો અને વેપારીઓ ભાગ લેવા માંગતા હોય તેઓ પોતાના સ્ટોલમાં પ્રોડક્ટ મૂકી શકશે અને ફ્રી એન્ટ્રી છે. આની વધુ માહિતી માટે હિતેશભાઈ પ્રજાપતિ-8238266992 ઉપર સંપર્ક કરી શકાશે. જ્યારે પ્રજાપતિ બિઝનેશ એક્સપો અંગે જુદાજુદા શહેરો અને તાલુકા કક્ષાએ મીટિંગોનો દૌર ચાલી રહ્યો છે. તાજેતરમાં મોરબીના વરિયા પ્રજાપતિ બોર્ડિંગ ખાતે મીટીંગ મળી હતી. જેમાં ઉધોગકારો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રજાપતિ બિઝનેશ એક્સપો વિશે સમગ્ર માહિતી આપવામાં આવી હતી.

- text

- text