મોરબી જિલ્લાના વતની પ્રોફેસર પીએચડી થયા

- text


મોરબી : મોરબીના ખાખરાળા ગામના વતની અને હાલ ઉપલેટા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં હિન્દી વિષયના અધ્યાપક તરીકે સેવા આપતા પ્રોફેસર મુકેશકુમાર એ. કાંજિયાએ સુરેન્દ્ર વર્મા કે નાટકો કી ચરિત્ર સૃષ્ટિ વિષય ઉપર સંશોધન કરી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

પ્રોફેસર મુકેશકુમાર કાંજિયા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ભૂતપૂર્વ ડીન અને ઉપલેટા મ્યુનિસિપલ કોલેજના પ્રોફેસર ડો. પ્રવીણસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ‘સુરેન્દ્ર વર્મા કે નાટકો કી ચરિત્ર સૃષ્ટિ એક અધ્યયન’ શોધ મહાનિબંધ ઉપર સંશોધન કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા આ સંશોધનને માન્ય રાખીને Ph. D. ડિગ્રી એનાયત કરવામાં આવી છે. આ સિદ્ધિ બદલ પ્રોફેસર મુકેશકુમાર કાંજિયાને ચોતરફથી શુભકામનાઓ મળી રહી છે.

- text

- text