વિવિધ સેવાકાર્યો સાથે માળીયાના ખીરસરા ગામે યોજાયેલી ભાગવત સપ્તાહ સંપન્ન

- text


માળીયા : તાલુકાના ખીરસરા ગામે ગત તારીખ 23 માર્ચ થી 29 માર્ચ સુધી જેઠા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાગવત સપ્તાહ દરમિયાન દરરોજ વિવિધ સેવાકાર્યો કરીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ખીરસરા ગામે જેઠા પરિવાર દ્વારા યોજાયેલી ભાગવત સપ્તાહમાં 1200 ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ 6 ગામની પ્રાથમિક શાળાના બાળકોને તેની સ્કૂલે જઈ શેરી રમતો રમાંડવામાં આવી હતી. ગામની ગાયોને દરરોજ પાદરમાં લીલું નાખવામાં આવ્યું હતું. ગામના શ્વાનને દરરોજ લાડવા ખવડાવવામાં આવ્યા હતા. 4 પર્યાવરણ પ્રેમીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સર્વરોગ નિદાન કેમ્પ અને તેને લગતી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. રકતદાન કેમ્પમાં યુવાનોએ રક્તનું દાન કરી ઘન્યતા અનુભવી હતી. આગામી ચોમાસામાં કુલ 5 ગામમાં ગામ દીઠ 500 કલમી ફળાઉ રોપાનું રાહત દરે વિતરણનું આયોજન કરાયું હતું. 1 હજાર ખેડૂતો પોતાના ખેતરના શેઢે દર વર્ષે જુવાર અથવા બાજરાની બે લાઇન પક્ષીઓ માટે વાવશે તેવો નિર્ધાર કરાયો હતો. 1 હજાર લોકો પોતાના ફળીયામાં એક વૃક્ષ વાવી ભાગવત સપ્તાહને યાદગાર બનાવવાનો સંકલ્પ લીધો હતો. આમ ભાગવત સપ્તાહમાં વિવિધ સેવાકાર્યોની સુવાસ ફેલાવીને જેઠા પરિવાર અને નીતિનભાઈ જેઠાએ જે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે તે બદલ નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી.બાલાએ પરિવારને અભિનંદન પાઠવ્યા છે.

- text

- text